STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Children

3  

Manishaben Jadav

Fantasy Inspirational Children

પ્રેરણા

પ્રેરણા

1 min
6

મારું મારું કરવાથી ક્લેશ છે

તારા તારા થકી સુખ અને સમૃદ્ધિ અપાર છે

હે ભારતવાસી મહાભારતમાંથી પ્રેરણા લઈએ...!

જ્યાં જ્યાં ભેદભાવ મોટા મોટા છે

ત્યાં ત્યાં સંબંધોમાં ખાડા ખોટાં છે

હે ભારતવાસી મહાભારતમાંથી પ્રેરણા લઈએ...!

ભાઈ ભાઈ વચ્ચે વેરઝેર છે

ઈર્ષા અને ક્રોધ અપરંપાર છે

હે ભારતવાસી મહાભારતમાંથી પ્રેરણા લઈએ...!

પ્રેમ અને લાગણીની મોટી ખોટ છે

મુશ્કેલી સભર જીવન પસાર થાય છે

હે ભારતવાસી મહાભારતમાંથી પ્રેરણા લઈએ...!

સંપ સહકાર ની અપેક્ષા બેકાર છે

નફરતના બીજ ઠેરઠેર દેખાય છે

હે ભારતવાસી મહાભારતમાંથી પ્રેરણા લઈએ...!

రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Fantasy