We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!
We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!

Dhanjibhai gadhiya

Drama Romance


3  

Dhanjibhai gadhiya

Drama Romance


પ્રેમનું બંધન

પ્રેમનું બંધન

1 min 177 1 min 177

મને ખબર છે કે તે મારૂ ધ્યાન રાખે છે તો,

 સવાલો પર સવાલ પણ કરતી લાગે છે,


તેના મલકતા મુખને હું નિહાળુ છું તો,

 મધુર સ્મિત સિતારનો રણકાર લાગે છે,


 પ્રેમથી મારા મસ્તકને સ્પર્શ કરે તો,

સ્નેહનો શીતળ ધોધ પડતો લાગે છે,


તેના નયનોની પાંપણ પલકારા મારે તો,

ચમકતી વીજળીનો અણસાર લાગે છે,


ઘોર અંધારી રાત્રીએ તેને નીરખું તો,

સોળે કળાએ ખીલેલો ચંદ્ર લાગે છે,


લટક મટક કરતી લટકાળી ચાલે તો,

ઈન્દ્રના મહેલની અપ્સરા લાગે છે,


જો પ્રેમભરી નજર મુજ પર પડે તો,

મલ્હારથી વરસતો વરસાદ લાગે છે,


"મુરલી" એટલું સમજ્યો છું હવે તો,

એ ભવોભવનું પ્રેમબંધન લાગે છે.


Rate this content
Log in

More gujarati poem from Dhanjibhai gadhiya

Similar gujarati poem from Drama