પ્રેમનો રંગ
પ્રેમનો રંગ
પ્રેમને કોઈ પણ રંગ નથી હોતો,
છતાં પણ પ્રેમ રંગીન છે,
પ્રેમને કોઈ ચહેરો નથી હોતો,
છતાં પણ તે ખૂબ હસીન છે.
પ્રેમ કોઈના કહેવાથી નથી થતો,
છતાં પણ તે થઈ જાય છે,
પ્રેમમાં કોઈ મતલબ નથી હોતો,
છતાં પણ લોકો તેમાં ફસાય છે.
પ્રેમને કોઈ ઈંધણ નથી હોતું,
છતાં પણ જ્યોત ઝળહળે છે,
પ્રેમને કોઈ દરવાજો નથી હોતો,
છતાં પણ લોકો કેદ થઈ જાય છે.
પ્રેમ બજારમાં મળતો હોતો,
છતાં પણ લોકો તેને શોધે છે,
પ્રેમ તો બે હૈયાનું બંધન છે "મુરલી",
છતાં પણ લોકો ક્યાં તે સમજે છે?
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

