પ્રેમનો મલ્હાર
પ્રેમનો મલ્હાર
તારા પ્રેમના શીતળ સમીરમાં,
રોમ રોમ હું લહેરાવું છું,
હૃદયમાંથી ઉમટેલા વાદળોની,
ધડકતી ગર્જના હું સાંભળું છું..
તારા કજરાળા નયનથી ચમકતી,
દામિનિને હું નિહાળું છું,
મોર-કોયલના મધુર ટહુકારથી,
મનમાં આનંદથી હું થનગનું છું..
તારા પ્રેમનો મલ્હાર વરસતાં,
મન મૂકીને હું ભીંજાવું છું,
ખળ ખળ વહેતી પ્રેમ સરિતામાં,
પ્રેમના આવેગથી હું તણાયો છું...
તારા મધુર મિલનની તડપમાં,
દોડીને કિનારે હું આવું છું,
તરસ્યો છું તારા પ્રેમનો "મુરલી",
પ્રેમમાં બાવરો હું બની ગયો છું.

