STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Fantasy

4  

Dhanjibhai gadhiya "murali"

Romance Fantasy

પ્રેમની સરગમ

પ્રેમની સરગમ

1 min
299

લાગી લગન મુજને તારી વાલમ,

દિલથી હું ઘાયલ બની ગયો,

હેમંતની આ ગુલાબી ઠંડીમાં,

પ્રેમની આગથી હું દાઝી ગયો.


કેમ દૂર રહે છે હવે તું મારાથી ? 

તારી વાટ જોઈને હું થાકી ગયો,

સોળે શણગાર સજેલી જોઈને,

તારી સુંદરતામાં હું ડૂબી ગયો. 


દિલમાં વસી ગઈ છે તસ્વીર તારી, 

પ્રેમનો પૂજારી હું બની ગયો,

હવે નહીં રહી શકુ તારા વિના હું,

તારા જ સપનામાં હું સરકી ગયો.


તારા પ્રેમમાં મદહોંશ બની જઈને,

ગણ ગણતો મધુકર બની ગયો,

તુજ સંગ પ્રેમ તંતુ જોડીને "મુરલી", 

તારા પ્રેમની સરગમ હું છેડી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance