STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance

3  

Ramesh Patel (Aakashdeep)

Romance

પ્રેમની પથારી

પ્રેમની પથારી

1 min
241

પ્રેમની પથારી....

આઠે પહોર સખી સપનાં રે આવે
પ્રેમની પથારીએ પોઢી
બંધ નયનોએ રમાડીને ચાંદની
પૂનમની ભરતી પખાળી

ગગને ઘૂમતી સ્વપ્ન પરી થઈ
દિલડે તારલા શણગારું
મેઘલાની ધારે મોરલા નચાવી
પહાડોમાં પડઘા રે પાડું

ગીત સંગીતની સરગમ મીઠડી
દૂર વાદળની ડુંગરીએ છેડું
પુષ્પ પતંગિયાની મસ્તી લૂંટતી
સુગંધી વાયરે વાલમને તેડું

સ્વપ્ન મિલને સ્નેહ સરવાણી ઝીલી
મીઠી નીંદરને ભાવે આળોટી
હરખ્યા અંતર કરી ગુલાબી ગાલડાં
કેસુડાએ યમુનાને વાટે વળાવી
...હોળીના રંગે રંગાણી
સખી , આજ હું પ્રેમના પથારીએ પોઢી

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in

Similar gujarati poem from Romance