પ્રેમની નદી
પ્રેમની નદી
નદિ કિનારે ઉભીને હું,
રંગીન માછલીઓ નિહાળું છું.
તેલી યાદોનું સ્મરણ થતા હું,
મધુર પળોને વાગોળું છું.
પર્વત મધ્યે આથમતાં સુર્યથી હું,
સોનેરી સંધ્યા માણું છું.
હ્રદયથી ઉઠેલ તરંગો સંગે હું,
પ્રણયનો તરાનો ગાવું છું.
નદિમાં તરતી નૌકા જોઈ હું
સરકતી જીંદગીને અનુભવું છું.
નાવિકના હલેસાના તાલથી હું,
પ્રેમગીતને લલકારૂં છું.
આકાશે ઉડતા પંખીઓ જોઈને હું,
મધુર કલરવને માણું છું.
સરરર કરતાં સમીર સંગે હું
કલ્પનામાં ડૂબતો જાઉં છું.
પ્રિયતમાની યાદ આવતાં હું,
હર્ષના આંસુઓ વહાવું છું.
"મુરલી" મલ્હારનો નાદ કરી હું,
પ્રેમની નદિઓ વહાવું છું.
