STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

પ્રેમની નૈયા

પ્રેમની નૈયા

1 min
143

ઝરણું બનીને વહેતો હતો હું,

સરિતા બનીને તું આવી ગઈ,

તારા ધસમસતા પ્રવાહમાં તું,

પ્રેમથી મુજને સમાવી ગઈ,


વર્ષોથી વહેતો હતો એકલો હું,

જિંદગી આમ પસાર થઈ ગઈ,

તારી નજર મુજ પર પડતાં,

મિલનની તડપ તું વધારી ગઈ,


ખળ ખળ વહેતા પ્રેમ પ્રવાહમાં,

પ્રણયનો નાદ તું જગાવી ગઈ,

સંધ્યાનાં સોનેરી કિરણોમાં મારા,

દિલમાં પ્રેમ જ્યોત જગાવી ગઈ,


ઊડતાં પક્ષીઓના મીઠા કલરવમાં,

મુજને તરાના તું ગવડાવી ગઈ,

તારા મધુરા સાનિધ્યમાં મુજને,

પ્રેમથી મદહોશ તું બનાવી ગઈ,


સાથ નિભાવજે તું સરિતા મારી,

તારા પ્રેમમાં સદાય વહેતો રહીશ,

તારા પ્રેમની હૂંફમાં "મુરલી", હું

પ્રેમની નૈયા ને ચલાવતો રહીશ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama