Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy Thriller

પ્રેમની જાળ

પ્રેમની જાળ

1 min
165


ઈશારો કરીને મુજને બોલાવ્યો,

યૌવનનો મુજ પર જાદુ ચલાવ્યો,

યૌવનના જાદુથી વશ કરી મુજને,

પ્રેમની જાળમાં શા માટે ફસાવ્યો ?


પ્રિયતમ બનાવી દિલમાં વસાવ્યો,

પ્રેમની સરિતામાં મુજને વહાવ્યો,

મતલબી પ્રેમમાં ડૂબાડીને મુજને,

પ્રેમની જાળમાં શા માટે ફસાવ્યો ?


નિખરતા યૌવનથી મદહોશ બનાવ્યો,

જામ પીવડાવી મુજને ખૂબ બહેકાવ્યો,

ધન દોલત લૂંટી પાયમાલ કરી મુજને,

પ્રેમની જાળમાં શા માટે ફસાવ્યો ?


દુનિયાની નજરમાં બદનામ કરાવ્યો,

છળ કપટનો મુજને હાથો બનાવ્યો,

અંધારી આલમમાં ધકેલી દેવા મુજને,

પ્રેમની જાળમાં શા માટે ફસાવ્યો ?


તન મનથી મુજને ખૂબ તડપાવ્યો,

ગુલામ બનાવી મુજને નાચ નચાવ્યો,

હવે છટકવાનો કોઈ માર્ગ નથી "મુરલી" 

પ્રેમની જાળમાં શા માટે ફસાવ્યો ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance