STORYMIRROR

Rajeshri Thumar

Romance

4  

Rajeshri Thumar

Romance

વિરહ

વિરહ

1 min
262

થતી કષ્ટદાયક વિરહ વેદનાને,

કરતી યાદ તારો રસ્તો,


દેખાય પહેલું કિરણ સૂરજ તણું,

ને આવતી મીઠી તારી યાદ,

થાય આછું અજવાળું ચાંદ તણું,

ને કરતી યાદ તારો રસ્તો,


સમી સાંજે ઘેરાતી તારી યાદને,

ઝૂરતી હું તારા વિરહમાં,

સહેજ થતા અંધારે,

કરતી યાદ તારો રસ્તો,


હોય ઊગતી ઉષા કે આથમતી સંધ્યા,

કરતી હંમેશ યાદ તારો રસ્તો,


તારા એક અવાજે થાય ભણકારો,

શીદને તું થાય છે દૂર,

એક પલ માટે પણ,

થતી અકળામણ વિરહ વેદનાથી,


કરતી રોજ શિકાયત સમયને,

શાને કરતો તું ઉતાવળ,

થંભી જાને જરાક મારે ખાતર,

તને ક્યાં છે કોઈનો વિરહ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance