તું જ મારો ધબકાર
તું જ મારો ધબકાર
મારી ડગમગ થતી નૈયાને,
આપ થોડો સહકાર,
નથી જોઈતો મને કોઈ અધિકાર,
બસ તું કર, દિલથી મારો સ્વીકાર,
દિશાવિહીન છે મારી જિંદગી,
આપ એનો નવો આકાર,
કરી મારા સપનાંઓ સાકાર,
તુજ સાજ ને, તું જ મારો શણગાર,
છેલ્લા શ્વાસ સુધી આપ મને સહકાર,
ઈશ્વર પાસે માગું એટલું,
હોય તારા હૈયે, મારા નામનો ધબકાર,
ઈશ્વર કરી દે, આવો ચમત્કાર,
બસ ઈશ્વર પાસે માગું, કરી નમસ્કાર.

