STORYMIRROR

Harita Desai

Romance

4  

Harita Desai

Romance

મને ગમે છે

મને ગમે છે

1 min
409

ઊડતા વિહાંગોનો કલરવ છે છતાંય,

ઢળતી સંધ્યાની નિરવતા મને ગમે છે,


મેઘરાજા મન મૂકીને મ્હાલે છે છતાંય,

નાના ખાબોચિયાનું જળ જ મને ગમે છે,


સાગર હૃદય ખોલીને ઊછળે છે છતાંય,

કિનારા પર વાતો પવન મને સાંભળવો ગમે છે,


આ બધું ગમવું કાઈ આદત નથી મારી,

તારા વગર તને સાથે અનુભવો મને ગમે છે,


દુનિયા ને ભલે આ વિચિત્ર લાગે છે છતાંય,

તારા હોવાનો અહેસાસ સાથે જીવવું મને ગમે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance