તારા થકી જિંદગી મારી ખાસ છે
તારા થકી જિંદગી મારી ખાસ છે
આ આંખોમાં તારા દીદારની પ્યાસ છે,
આ મારા હૈયે કાયમ તારો નિવાસ છે,
આ તારા નામે ધબકે મારું હૈયું,
આ હૈયે તારા પ્રેમનો અહેસાસ છે,
વણ કહ્યું સમજી જાય છે, આ મીણનું હૈયું મારું,
મારા હરેક શ્વાસમાં તારો વિશ્વાસ છે,
હતી હૈયાની ધરતી મારી સાવ સૂકીભઠ્ઠ,
થઈ તારા પ્રેમની વર્ષા ને હૈયે ભીનાશ છે,
મને પળ પળ તારા નજદીક હોવાનો આભાસ છે,
એટલે જ મારા હૈયે કાયમ ખુશીઓનો આવાસ છે,
તું મારી પાસ છે,
એટલે જ જિંદગી મારી ખાસ છે.

