મૌનનો ઇતિહાસ
મૌનનો ઇતિહાસ
ક્યાં કશું કહેવું હતું આ મૌનના ઇતિહાસને,
ક્યાં કશું ખોવું હતું પાછા વળેલા શ્વાસને.
આપણી વચ્ચે પડેલી જીર્ણ આ દીવાલને,
ક્યાં કશું જોવું હતું આ સાવ પીળા ઘાસને.
તારા ગણવા નથી કે ચાંદની પીવી નથી,
ક્યાં કશું લેવું હતું આદિત્યના અજવાસને.
બંધ દ્વારે યાદના પુષ્પો બધા ગૂંથ્યા પછી,
ક્યાં કશું જોવું હતું આંખના સહવાસને.
તુજ મારા શબ્દનો અવતાર લઈને આવશે,
આનંદને શણગારતી ધારા થઈને આવશે.
ક્ષણે અવતારના અણસાર જાણી લીધા,
પૂર્ણ કાળે, સ્નેહ કાજે દેહ ધરીને આવશે.

