STORYMIRROR

Rutambhara Thakar

Romance

4  

Rutambhara Thakar

Romance

સાંજ ઢળે

સાંજ ઢળે

1 min
322

સાંજ ઢળે ત્યારે આવી મળો આ સરિતાનાં તટમાં,

સૂરજ કેરા કંકૂ ખરે ત્યારે આવી મળો આ સરિતાનાં તટમાં..!


સંબંધો જ્યારે ગળે ટૂંપો દે ત્યારે આવી મળો આ સરિતાનાં તટમાં,

 માથું ચૂમીને ઝટ બાથમાં ભરીશ આવી મળો આ સરિતાનાં તટમાં...!


નથી કોઈ આરો કે ઓવારો આ જિંદગીમાં એવું લાગે તો આવી મળો આ સરિતાનાં તટમાં,

મંદ મુસ્કાનથી હરી લઈશ દુઃખ સઘળાં આ સરિતાનાં તટમાં...!


વેદનાનાં વમળો કાપીશ સંવેદનાની વાતોથી આ સરિતાનાં તટમાં,

શાંત પાણી સમ ભીની લાગણીનાં સ્પંદન વહેશે આ સરિતાનાં તટમાં,


ડૂબતાં સૂરજની લાલીમા ઓઢી તમને નિરખીશ આ સરિતાનાં તટમાં,

નહીં ડૂબવા દઉં મધ્યાન્હે સૂરજ તવ જિંદગીનો આ સરીતાનાં તટમાં...!


Rate this content
Log in

Similar gujarati poem from Romance