એક તું.
એક તું.
બરફ જેવી થીજી ગઈહતી લાગણી ઓ મારી
એક કુમળો તડકો બનીને આવ્યો તું
સોનેરી સૂરજનું કિરણ સાથે લાવ્યો તું
હતું દામન મારું આંસુઓથી ભરેલું
મુસ્કાનના મોતીઓ લાવ્યો તું
મઝધારે જ હાલક ડોલક થઈ મારી નાવ
પણ નાવિક બનીને, આવી ગયો એક તું
હતી હું તો પથ્થરનો ટુકડો,
તારા પ્રેમના ટાંકણે, હું મુરત બની ગઈ
જો ને ! અદભૂત શિલ્પી બનીને આવ્યો એક તું
જીવનની કાંટાળી ડગર પર અટવાઈ હું
માર્ગદર્શક બની ને આવી ગયો એક તું
તૂટેલી વીણાનો તાર હતી હું,
સાત સુરોની સરગમ લાવ્યો એક તું

