STORYMIRROR

Nardi Parekh

Romance

4  

Nardi Parekh

Romance

રંગારો

રંગારો

1 min
272

આવી હામ હૈયે પૂરનારો,

શામળિયો છે મારો.


આઠે પહોરે મનમાં રમતો,

ચિતડું ચોરી ચિતમાં ભમતો,

મારા અંતરનો સધિયારો,

શામળિયો છે મારો.


ભાળી એને મનડું ખિલતું,

ફાગણીયાનાં રંગો ઝીલતું,

મારા જીવનનો રંગારો,

શામળિયો છે મારો.


શ્યામ રંગમાં મનડું મોહ્યું,

જોતાં એને ભાન મેં ખોયું,

મારા દલડા કેરો દુલારો,

શામળિયો છે મારો.


આવી ફાગ હૈયામાં ખેલે,

પ્રેમનાં રંગો અંતર રેલે,

મારી કિસ્મત કેરો સિતારો,

શામળિયો છે મારો.


રંગ મહીં એવી રગદોળી,

છલકાવી જીવનની ઝોળી,

નંદી પ્રાણ થકી એ પ્યારો,

શામળિયો છે મારો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance