પ્રેમની એક કરચલી
પ્રેમની એક કરચલી
અરીસામાં આજે
જોઉં છું
ચહેરા પરની કરચલીઓ,
અને
એ કરચલીઓમાં શોધું છું
પ્રેમની કરચલી,
આંખ ઝીણી કરી, ચશ્મા ચઢાવ્યા
ઉતાર્યા,
ઘસી ઘસી મેક’પ ઉતાર્યો,
અરીસા
બદલી બદલીને જોયું….
પણ એક કરચલી સુધ્ધાં ના મળી
પ્રેમની,
વર્ષો સુધી જે ભ્રમણા હતી, પ્રેમની,
ખરી પડેલા ભ્રમરોના વાળની જેમ,
દરેક સંબંધની સત્યતા ઉતરી ગઈ,
ચહેરાની સુંવાળપ સાથે,
આંગળીના ટેરવે
ખરબચડી, શુષ્ક, ચામડીના પડળો,
ક્યાંય દેખાઈ નહીં
એક રેખા,
પ્રેમની એક કરચલી.
