Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Patel

Abstract

4.0  

Nisha Patel

Abstract

શમણું એ પારિજાત-શુ

શમણું એ પારિજાત-શુ

1 min
167

અધખુલ્લાં નયનની કાજળઘેરી કિનારીએ

હરખતું મલકતું એક શમણું !

હવામાં કોમળ-શાં હાથપગ મારતું

નાનાકડા બાળ-શું !

ને 

કદી

તરુણીના તારુણ્ય-શું છલકતું ! 

ઝૂલી રહ્યું

કથ્થાઈ કીકીઓની આસપાસની

ગુલાબી, 

નાની મોટી, 

આડીઅવળી રેખાઓનાં તાંતણે !

કોમળ કમળ-શાં પોપચાં ઉપર ઉઠાવીશ ના, 

કરમાઈ ખરી પડશે,

પ્રભાતના કુમળાં સોનેરી કિરણોનાં સ્પર્શથી, 

શમણું એ પારિજાત-શુ !

Rate this content
Log in

Similar gujarati poem from Abstract