STORYMIRROR

Nisha Patel

Abstract Tragedy

3  

Nisha Patel

Abstract Tragedy

મારી ઓળખ

મારી ઓળખ

1 min
217

કોણે આપ્યું ‘નારાયણી’નું લેબલ ?

કોણે કરી અવહેલના ‘અબળા’ કહી ?

કરી શરૂઆત અવગણનાની મનુએ, 

કહી ‘મનુસ્મૃતિ’માં,

“ढोल गवाँर सूद्र पसु नारी। सकल ताड़ना के अधिकारी॥”

છીનવી લીધો માણસ હોવાનો અધિકાર ! 

કરી હડધૂત, 

કર્યાં બળાત્કાર 

ને

માનસિક શારિરીક અત્યાચાર ! 

તો વળી, 

કહી ક્યારેક ‘અન્નપૂર્ણા’ કોઈએ, 

કહી ‘દેવી’ !

ક્યારેક આપ્યું શ્રેષ્ઠ સ્થાન માતને ! 

ન જોઈએ હવે કોઈ લેબલ પુરુષ થકી મળેલ ! 

નથી સહેવી હવે કોઈ અવહેલના 

કે

ના

અવગણના કોઈ ! 

જોઈએ મારે મારી ઓળખ, 

એક સ્ત્રીની ઓળખ !

એક માનવ 

તરીકેની ઓળખ ! 

રહેવા દો મને માત્ર માનવ બની ! 

કરો સન્માન મારા સ્ત્રીત્વનું ! 

જોઈએ મારે મારી ઓળખ,

એક સ્ત્રીની ઓળખ ! 

એક માનવ

તરીકેની ઓળખ !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract