STORYMIRROR

Nisha Patel

Others

3  

Nisha Patel

Others

વહેલી સવારે

વહેલી સવારે

1 min
164

કાળાં ડિબાંગ વાદળોને,

હટાવતો સૂર્ય વહેલી સવારે, 

લીલાંછમ પર્ણોની મુલાયમ ચાદર પર,

સોનેરી કિરણો પાથરે ને ત્યારે,


ચમકતાં ઝાકળનાં બિંદુઓ પર

એક અજાણ્યો ચહેરો મલકી ઊઠે 

મેઘધનુષ બની ! 


ને દૂર દૂર સુધી પથરાયેલી લીલોતરીમાં 

દેખાય એક પથ પણ 

અજાણ્યાં એ ચહેરાં સુધીનો ! 


Rate this content
Log in