પ્રેમની બીમારી લગાવી બેઠી છું
પ્રેમની બીમારી લગાવી બેઠી છું


હૈયે છે ઉદાસી તોયે મુખ મલકાવી બેઠી છું,
તૂટેલા શમણાંઓને ફરી સજાવી બેઠી છું,
ખબર છે કે જે મળવાના નથી ક્યારેય,
એની યાદોને હું હૈયે વસાવી બેઠી છું,
જે ક્યારેય હતાં જ નહીં મારા પોતાના,
એના માટે હું આંખો છલકાવી બેઠી છું,
ખબર છે શમણાંઓ સાકાર નથી થવાના,
તોયે હૈયે એની આશ હું જગાવી બેઠી છું,
પ્રેમનું જેને મન કોઈ મૂલ્ય નથી એને માટે,
દુનિયાના રસમો રિવાજોને ફગાવી બેઠી છું,
કોઈ વૈદ્ય કોઈ હકીમ નહીં કરી શકે ઉપચાર,
હૈયે પ્રેમની એવી બીમારી લગાવી બેઠી છું,
શબ્દો થકી હૃદયની વેદના ઠાલવી નહીં શકું,
આખા આયખાનું દર્દ હૈયે છૂપાવીને બેઠી છું.