પ્રેમની આતુરતા
પ્રેમની આતુરતા
સૂતા અને જાગતા તુજને,
સ્વપ્નમાં હું નીરખુ છું.
વિતેલા દિવસોની યાદ આવતા,
મનમાં હું ખુબ મલકુ છું.
એ યુવાનીના દિવસોને કદી,
હું ભૂલી શક્યો જ નથી.
આનંદ કિલ્લોલની એ પળોને,
યાદ કરતા ખુબ હરખુ છું.
છૂપા છૂપા મળતા આપણે,
જોતા વાટ એક બીજાની.
મધુર મિલનની એ ક્ષણોને,
માણવાં માટે ખુબ તડપુ છું.
હું ઝગડતો, અને તું રિસાતી,
તોય મનાવતા થાક્યા નથી.
એક બીજાને સમજી લેવાની,
એવી પળોને ફરી ઝંખુ છું.
પ્રિયતમા તું ક્યાં ચાલી ગઈ છો,
તને શોધવા હું ભટકુ છું.
મીઠા મધુરા તારા ટહુંકાને,
ફરી સાંભળવા હું તલસુ છું.
નથી સહેવાતો વિરહ તારો,
નયનથી અશ્રુ વહાવું છું.
"મુરલી" દિન અને રાત તારૂં,
મુખડું જોવા હું તરસુ છું.

