પ્રેમની આરાધના
પ્રેમની આરાધના
પહેલી મુલાકાતે નજર મળી છે,
નજરના જામ છલકાવા દો,
કોરા કાગળ જેવા મારા દિલમાં,
તમે પ્રેમની જ્યોત પ્રગટાવી દો,
પાનખર જેવુ મારૂં જીવન છે,
તેમાં પ્રેમની વસંત મહેકાવી દો,
પ્રેમની તડપ મનમાં કેવી હોય છે,
તેનો અનુભવ મુજને કરાવી દો,
તમને મેં પ્રેમની દેવી માન્યા છે,
પ્રેમની આરાધના મુજને શિખવા દો,
તમારા પ્રેમનો દિવાનો બનવું છે,
તમારો પ્રિયતમ મુજને બનાવી દો,
તમારા દિલમાં મારે વસવું છે,
તમારા દિલમાં થોડી જગા દઈ દો,
તમે જ મારી પ્રિયતમા છો "મુરલી",
તેની દુનિયામાં ચર્ચા ફેલાવી દો.

