પ્રેમનાં કરાર
પ્રેમનાં કરાર
એક આલિંગન તું એવું આપજે !
તારા હૃદયને, મારા હૃદયની ભીતર થાપજે,
ધબકાર બે હૃદયના એક થઈ ગુંજે,
સંગીત શ્વાસોની સિતારનું એમ આલાપજે,
મારા એ દિલની કોરી ધરતી પર તું,
તોફાની ધોધમાર વરસાદી વ્હાલ વરસાવજે,
રહી શકું ન એક પળ તારા વિના હવે,
આવીને એકવાર બસ હૃદયથી ચાંપજે,
પ્રેમનાં કરારમાં કસર બસ એટલીજ રાખજે,
ચાહતની સાબિતીમાં હું જીતું ને તું પાંપણો ઢાળજે.

