પ્રેમના રાહની શોધ
પ્રેમના રાહની શોધ
ભૂલો પડ્યો છું, આ દુનિયામાં,
પ્રેમનો રાહ શોધું છું,
એકલો પડ્યો છું, જીવનમાં હું,
સાચા પ્રેમને શોધું છું,
નયનમાંથી નીર ટપકે છે,
લૂછનાર હવે કોઈ નથી,
નયન નીરની સરિતા વહી ગઈ,
પ્રેમનું રસપાન ઈચ્છું છું,
ઝરમર પ્રેમની વર્ષામાં,
પ્રેમરસથી ભીંજાવું છે,
ભીંજવે તેવું કોઈ નથી,
ભીંજવનારને શોધું છું,
ધગધગ કરતી પ્રેમ જ્વાળામાં,
સળગી રહ્યો છું, આજ હું,
"મુરલી" શીતળતા પામવા માટે,
બરફના પહાડ ઈચ્છું છું.
