પ્રેમી પતંગિયા
પ્રેમી પતંગિયા
પ્રેમ કરે આ પ્રેમી પતંગિયું....
પ્રેમી પતંગિયાને કેમ રે પકડવું,
પકડવા જઈએ તો હાથ ના આવતું......પ્રેમ કરે....
રંગીન પુષ્પો પર અહીં તહીં ઉડતું,
પ્રેમલ પુષ્પોનો રસ મીઠો ચૂસતું.
મઘમઘતા પુષ્પોને પ્રેમ કરી જાય.... પ્રેમ... કરે..આ..
આ રંગ રંગીલા પતંગિયાને, કેમ રે મનાવવું.
છાનામાના અડવા જતાં ઊડી ઊડી જાય.
હાથમાંથી છટકી રે જાય..... પ્રેમ.. કરે.. આ...
રંગીન પુષ્પો પર આમ તેમ ઉડતું.
પ્રેમલ પુષ્પોનો રસ મીઠો ચૂસતું.
પુષ્પોની પાંખડીને ચુમતું જાય......
પ્રેમ.. કરે.. આ...
સવારના પહોરમાં એ જાગી રે જાતું.
કોમલ ને સુંદર પતંગિયું સૌને ગમતું.
એને જોતાં મન મલકાય.
પ્રેમ.. કરે.. આ..
પ્રેમમાં ને પ્રેમમાં ફૂલોમાં ફસાઈ જાતું.
લાઈટના અજવાળે અંજાય ભસ્મ થઈ જાતું.
ક્ષણિક જીવન પણ પ્રેમ પામી મરી જાય.
