પ્રેમગીત તમારૂં લખાઈ ગયું
પ્રેમગીત તમારૂં લખાઈ ગયું
દિલના દરવાજે તમે આવી ઊભા,
સ્વાગત તમારૂં થઈ ગયું,
દિલના ઝુલામાં બિરાજ્યા તમેને,
પ્રેમ ગીત તમારૂં લખાઈ ગયુ.
નિશ દિન સતાવતા હતા સપનામાં,
મિલન તમારૂં કદી ન થયું,
સપનાને હકિકત બનાવ્યું તમેને,
પ્રેમગીત તમારૂં લખાઈ ગયું.
શોધતો હતો હું પ્રેમનગરમાં,
ઠેકાણું તમારૂં ભૂલાઈ ગયું,
સામે ચાલીને આવ્યા તમેને,
પ્રેમગીત તમારૂં લખાઈ ગયું.
મધુર સ્મિત ફરકાવ્યું મુખમાં,
મન મારૂં હરખાઈ ગયું,
નયનથી ઈશારો કર્યો તમેને,
પ્રેમગીત તમારૂં લખાઈ ગયું.
સોળે શણગાર પધાર્યા દિલમાં,
ધડક દિલની વધારી ગયું,
પ્રેમની તરસ બુઝાવી તમેને,
પ્રેમગીત તમારૂં લખાઈ ગયું.
ડૂબી ગયો તમારી સુંદરતામાં,
ચિત્તડું મારૂં ચોરાઈ ગયું,
"મુરલી" તમારો બની ગયોને,
પ્રેમ ગીત તમારૂં લખાઈ ગયુ.

