Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arun Gondhali

Romance

4  

Arun Gondhali

Romance

પ્રેમધનુષ

પ્રેમધનુષ

1 min
248


નીરખી પ્રેમ પાંપણે વાદળ વરસાવી દે,

ભીંજવી દે મુજ હૈયાને નદી બનાવી દે;

વહેતી રહુ પ્રણયગલીમાં મદમસ્ત બની,

મધુર આલિંગને ઓષ્ઠ છલકાવી દે.

નીરખી પ્રેમ પાંપણે...


સવાલ મારાં દિલના લખાશે નહિ કલમે,

તું ચિત્ર બની એનાં જવાબો સમજાવી દે;

સમાધાન થઈ જશે મજકુરનું મૌનથી,

એક નજર ચાહતની મિલાવી નિખારી દે.

નીરખી પ્રેમ પાંપણે...


વ્યાકુળ નયને રાહ જોતી વસુધા હું,

એક સાંજ ક્ષિતિજે મળવા આતુર હું;

ભીંજવી દે ઝાકળ બની તું મુજને અંતે,

રેલાવું પ્રેમધનુષ અશ્રુઆકાશે એક સાંજ દે.

નીરખી પ્રેમ પાંપણે...


Rate this content
Log in

Similar gujarati poem from Romance