STORYMIRROR

Arun Gondhali

Romance

4  

Arun Gondhali

Romance

મહોબત નામા

મહોબત નામા

1 min
239

મોકલું છું આંસુ છીપલામાં,

સાચવીને રાખજો, સુકાશે નહિ,

મોતી બનશે પ્રીતના, ના કરશો નહિ,


આંસુના મોતીહાર ક્યાંય ના હોય,

મોહબ્બત કેરા બજારહાટ ના હોય,

દિલના સૌદા અમસ્તાં ના હોય,

પ્રેમના ફરિશ્તા એ વેપારી ના હોય.


ના સમજ ના સમજી

પાણીના ડુંગર ના હોય,

દીવાનો હું બરફ જેવો,

પાણીને બળતરાં ના હોય.


સપને પ્રેમ સુર સંભળાય છે,

જાગતાં આંખોમાં મલ્હાર,

દીલમાં દીપક રાગ ગવાય છે,

જીવતાં મહોબતમાં ડૂબ્યો,

જાણી લીધું, મર્યા પછી પાણીમાં તરાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance