પ્રેમ
પ્રેમ
રાધાક્રિષ્નાના મંદિરે આપણી મુલાકાત થઈ,
પ્રેમ થી લગ્નજીવન જીવવાની શરૂઆત થઈ,
બંને બાળકો કુટુંબને પ્રેમ આપવા વ્યસ્ત થયા,
વૃદ્ધાવસ્થામાં પડ્યા એકલા બસ આ જ સમયે
હા, એકલા પડ્યા અને અમે ફરી મળ્યાં !
મળ્યાં આપણેને ફરી હૈયે ખીલ્યો પ્રણયબાગ,
વર્ષોબાદ ફરી થયો અહેસાસ બંનેને પ્રેમાનુભુતિનો,
થોડો થયો પસ્તાવો વેડફાય કેટલાય વર્ષો અમે,
મશગુલ બની બેઠા ફરી હાથમાં હાથ પકડીને અમે,
કરશું ફરી પ્રેમ, વ્હાલ, ઝઘડા ને મીઠી નોકજોક,
અભિવ્યક્ત કર્યો પ્રેમને ફરી બન્યાં પ્રેમી નવયુગલ,
આંખો સાથે આવી અઘરો પર પણ મીઠી ભીનાશ !
ચાતકને મળે વર્ષાને થાય તૃપ્ત તેમ અમે થયા પ્રેમ તૃપ્ત,
હા, એકલા પડ્યા અને અમે ફરી મળ્યાં !

