પ્રેમ
પ્રેમ
પ્રેમ.. નથી પ્રેમ સમ અમૃત બીજું આ ધરાએ !
જ્યાં વરસે, ઝૂમે થઈ પુષ્પ, અર્પે પ્રભુ પ્રસાદી.
શબ્દ દ્વારા પ્રેમને શું સમજાવીએ કે માપીએ,હૃદય જાણે છે પ્રેમને અને જગત રમતું પ્રેમથી,
નેહ નેહડો પ્રણય, પ્રીતિ, શબ્દલીલા, પ્રેમની સમર્પણના એ હેતથી, આત્મ સૌંદર્ય પામીએ,
વ્યોમથી છે જ વાત ઊંચી, મમતાની મૂરત માવડી દીપકમાં જલતી જ્યોતિ, પરમ ઉજાશી માવડી,
પ્રેમ છે બસ અનુભૂતિ, ભીંજવી જ જાણે હૈયાં સજનસાકરનો સ્વાદ વર્ણનથી કદી ના ખીલે, પ્રેમમય ઈશ્વરથી ભલા આ જગ નભે,
વેરાયાં વહાલ વસુંધરાએ, અહો નમું રાધા- મીરાં !
વિરહ મિલન કે હર્ષ -વ્યથા, પ્રેમ રસ નિત ઉરે ઝરે.

