પ્રેમ
પ્રેમ
તમારી સાથે ચાલવું છે મારે જિંદગીભર,
ક્યારેય સાથ નહીં છોડુ તમારો ઉમ્રભર,
આ તે કેવો નશો છે તમારા પ્રેમનો મારા પર,
દિલની ધડકન પણ ચાલે છે તમારા ઈશારા પર,
મને વિશ્વાસ છે મારા કરતાં પણ તમારા પર,
હંમેશા ઈચ્છું હું સ્મિત તમારા ચહેરા પર,
તમારી હોવાનો ગુરુર રહે છે હંમેશા મુજ પર,
બસ એક તમારો જ અધિકાર છે મારી રૂહ પર,
જેટલી વાર જોવું એટલી વાર પ્રેમ આવે છે તમારા પર,
વિશ્વાસ ના આવે તો હાથ રાખીજો મારા દિલ પર.

