પ્રેમ
પ્રેમ
નીચા ઢાળ્યા છે નયન
હસવાના અણસાર વર્તાય છે,
શરમથી મ્હો છે લાલચોળ
પણ દિલમાં પ્રીત પરખાય છે.
અમે એવુ ખુબ અનુભવ્યું
જેવું આજ તમને કળાય છે,
આ પ્રેમ વળગાડ જ એવો છે
કે નથી હસવું છતાં હસાય છે,
આવો દિલના દરવાજા છે ખુલ્લા
નથી ફસાવું છતાં ફસાય છે,
સફળ થાય પ્રેમ તો સારૂ છે,
નહિ તો સહુ પસ્તાય છે.

