પ્રેમ
પ્રેમ
અમીટ છાપ છોડી જાય તે છે પહેલો પ્રેમ,
અણમોલ યાદોનો ખજાનો આપી જાય તે છે પહેલો પ્રેમ.
જન્મતા જ ગોદની હૂંફ મળે તે છે પ્રેમ,
કહેવાય છે જેને બાળપણનો પહેલો પ્રેમ.
હાથમાં હાથ ધરી સુખદુઃખમાં મળે તે છે પ્રેમ,
કહેવાય છે જેને ભર જુવાનીનો પહેલો પ્રેમ.
ઉંમરના પાછલા વર્ષે સહારો આપે છે પ્રેમ,
કહેવાય છે જેને ઘડપણનો પહેલો'ને જિંદગીનો અંતિમ પ્રેમ.
અમૂલ્ય જિંદગી બનાવી દે છે આ પહેલો પ્રેમ,
ક્યારેય નહીં ભૂલી શકે 'અજીજ' આ પહેલો પ્રેમ !

