પ્રેમ રમત નથી
પ્રેમ રમત નથી
જીવનનો શણગાર છે પ્રેમ, રમત નથી,
માનવનો આધાર છે પ્રેમ, રમત નથી,
ડૂબી જાય છે પ્રેમી, પ્રેમિકાની આંખમાં,
પ્રેમી હૈયાની ભીનાશ છે પ્રેમ, રમત નથી,
મેળવવાં કરતાં અહીં ગુમાવવું પડે વધુ,
દિલ ખોલીને કરાય છે પ્રેમ, રમત નથી,
રાત આખીનું થઈ જાય પ્રેમમાં જાગરણ,
ભીતર થોડો રઘવાટ છે પ્રેમ, રમત નથી,
રાધામાં દેખાય છે કાયમ તારી છબી,
ઇશ્વરની ઉપાસના છે પ્રેમ, રમત નથી.

