STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Inspirational

પ્રેમ ક્યાં કોઈનો મોહતાજ છે

પ્રેમ ક્યાં કોઈનો મોહતાજ છે

1 min
400

તારી ખામોશીમાં ગુંજે છે પ્રેમગીત,

પ્રેમ ક્યાં કોઈ શબ્દોનો મોહતાજ છે,


તારા પ્રેમ થકી સલામત છે સ્મિત મારું,

પ્રેમ ક્યાં કોઈ અલંકારોનો મોહતાજ છે,


ચાદર બિછાવી તે દુઆઓની મારી રાહમાં,

પ્રેમ ક્યાં કોઈ ફૂલોનો મોહતાજ છે,


સહકાર અને વિશ્વાસનાં દીપથી સદાય ઝગમગાવી મારી જીવન રાહ,

પ્રેમ ક્યાં કોઈ રોશનીનો મોહતાજ છે,


હા તારા સુવર્ણ સંગાથ થકી સ્વર્ગ બન્યું મારી જીવન,

પ્રેમ ક્યાં કોઈ ભેટ સોગાદનો મોહતાજ છે,


તારા સ્નેહથી છલકાયું મારું જીવન સરોવર,

પ્રેમ ક્યાં કોઈ ભૌતિક વસ્તુઓનો મોહતાજ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance