Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Romance

4.0  

Ramesh Patel (Aakashdeep)

Romance

પ્રેમ ઝરણું

પ્રેમ ઝરણું

1 min
210


પ્રેમ ઝરણું...

નથી પ્રેમ સમ અમૃત  અવર  આ ધરાએ
જ્યાં વરસે , ઝૂમે થઈ પુષ્પ, અર્પે પ્રભુ પ્રસાદી

શબ્દ દ્વારા પ્રેમને શું સમજાવીએ કે માપીએ
હૃદય જાણે છે પ્રેમને , ને  છે જગત રમતું આ પ્રેમથી

નેહ નેહડો પ્રણય પ્રીતિ , કેમ પરખવું તને પ્રેમ રે
જગ જીતાડે ભલા આ હેત, પમાડી આત્મ સૌંદર્યને

માવતર એજ પ્રેમની મૂર્તિ, વાત છે વ્યોમથી ઊંચી દિવ્ય જલતી જ્યોતિ વદે , સમર્પણ એ પ્રેમની કુંચી

જિંદગીની  સાચી મજા, માણે જ સંસાર સ્નેહ  સંભારણે
જ્ઞાન ગંગા બને જો ભક્તિ ધારા, પમાડે પ્રભુ પંથ પ્રેમથી

રાધાએ જાણી, મીરાંએ માણી, શીતલ દાહક આ પ્રીતની રીતિ
વિરહ -મિલન, હર્ષ- વ્યથાની કથા જાણજો હેતની નીતિ

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in

Similar gujarati poem from Romance