STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Drama

4  

Ramesh Patel (Aakashdeep)

Drama

પ્રેમ એતો આતમનું નૂર

પ્રેમ એતો આતમનું નૂર

1 min
397

સાંભળજો બંસરીના સૂર,

પ્રેમ એતો આતમનું નૂર,


આવોને માંડીએ પ્રેમની રે વાત,

પ્રેમ એતો ઉગતું પ્રભાત,


ભીંજે તો ઝરમર વરસાદ,

તરસે તો છોડે મરજાદ,


સ્નેહ એતો તપતું કુંદન,

પીસાયે તો મ્હેંકતું ચંદન,


ઉડાડજો પ્રેમ પંખી ગગન,

ના ગમે એને કોઈનું બંધન,


પ્રેમ ઝૂરે તો અંધારી રાત,

પ્રેમ ઝૂમે તો સાગરની જાત,


ચાંદ ચમકે ને સાગર રેલાય,

પ્રેમ કદી પિંજરે ના પુરાય,


 પ્રેમ તું તો વ્હાલો વંટોળ,

 જગ જાણે તારો રે મોલ,


 ચાહ એ તો જીવનની આશ,

 છીપે ના છીપાયે એવી પ્યાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama