પ્રદૂષણનો સંગ, વિનાશનો રંગ
પ્રદૂષણનો સંગ, વિનાશનો રંગ
ફેલાયો એક અલગ જ રંગ આ સપ્તરંગી આભમાં,
થઈ બદનામ મોહક નભ-રંગોળી પદૂષણનાં સંગમાં.
વધ્યો વ્યાપ અંગારવાયુનો કારખાનાનાં કાળા કહેરમાં,
થયો કેદ પ્રાણવાયુ, આ ઝેરી ધુમાડાની નજરકેદમાં.
ડુમાયો શુદ્ધ વાયરો, વધુ સુવિધા મેળવવાની લ્હાયમાં,
ગુંગળાયો ખુદ માનવી, વિકાસની ખોટી હરણફાળમાં.
અટવાયાં વાદળો વર્ષાનાં, અશુદ્ધ હવાનાં ચક્રવાતમાં,
ભળ્યો તેજાબ જળમાં ને વરસ્યો એસિડવર્ષાનાં રૂપમાં.
બળ્યો પૃથ્વીનો ઘરસંસાર આ અગ્નિવર્ષાનાં પ્રલયમાં,
થઈ અદ્રશ્ય કુદરતી સંપત્તિ આ ધુમાડાના ગોટેગોટામાં.
ફેલાયો એક અલગ જ રંગ આ સપ્તરંગી આભમાં,
થઈ બદનામ મોહક નભ-રંગોળી પદૂષણનાં સંગમાં.