STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational

પરદેશી દીકરો આવ્યો આખરે

પરદેશી દીકરો આવ્યો આખરે

1 min
147

કરચલી વાળો ચહેરો આજે ખીલી ઊઠ્યો,

પરદેશી દીકરો આજે ઘણા વર્ષે ઘરે આવ્યો,


માબાપનું આજે કાળજું થર્યું જાણે માંગેલી કોઈ મન્નત ફળી !

લાગ્યું જાણે ધરતી પર જન્નત મળી !


દીકરાનું આગમન જાણે લાગ્યો દિવાળીનો અવસર !

દીકરાનું આગમન બન્યું એના માટે સુખકર,


માળો ખાલી થાય ત્યારે દુઃખી થાય માવતર,

બાળકો વિના સાવ લાગે એ નિરાધાર,


માવતરને ક્યાં જોઈએ છે ધન દોલત,

એને તો જોઈએ પોતાના બાળકોની સોબત,


બાળકોથી ઘર લાગે સ્વર્ગ સમુ,

બાળકો વિના ઘર સ્મશાન સમુ,


આખરે પરદેશી દીકરો ઘર આવ્યો,

માના ઉદાસ ચહેરા પર મુસ્કાન એ લાવ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy