પપ્પા તમારે આવવાનું નહિ
પપ્પા તમારે આવવાનું નહિ
વેકેશન માણી ને જયારે પાછી હું જાઉં,
મધ મીઠી યાદ થાકી મનમાં મલકાંઉં,
બેગની સંગાથે હું છાની છલકાઉં
આખોમાં આંસુ એમ લાવવાના નહિ,
પપ્પા તમારે એરપોર્ટ આવવાનું નહિ
કેટલું હું મુકું ને કેટલું હું લઇ જાઉં,
યાદોના આવરણમાં મલકાઉં,
પપ્પાને જોઈ હું પાછી છલકાઉં,
બેગમાં એ બાળપણ મુકવાનું નહિ,
પપ્પા તમારે એરપોર્ટ આવવાનું નહિ,
કાંઠે જતી માછલીની જેમ બીજા કિનારાની રાહ હું જોઉં,
ક્યારે હું પહોંચું દેશ એની હું વાટ જોઉં,
વિચારી વિચારી હું મનમાં મલકાઉં,
લાગણીને કાંટા પર તોલવાની નહિ,
પપ્પા તમારે એરપોર્ટ આવવાનું નહિ,
નથી મારે કોઈ તકલીફ બસ તમને મળવાની રાહ હું જોઉં,
ક્યારે પડે મારે વેકેશન બસ ભારત અવવાની રાહ હું જોઉં,
ઘણીવાર સપનામાં હું પાછી ફરું
અહીંયાનું કહી ત્યાં સાંભળવાનું નહિ,
પપ્પા તમારે એરપોર્ટ આવવાનું નહિ,
ઘણું સહુ છું પણ તમારી વાટ હું જોઉં,
તમારું આપેલું હું વચન હું નિભાઉ,
મારાં ઘરને હું સાચવું,
બોલેલુ ઓછું લાવવાનું નહિ,
પપ્પા તમારે એરપોર્ટ અવવાનું નહિ,
તકલીફો ઘણી છે પણ તમને હું નહિ જતાંઉં,
ક્યારે મળીશ હું તમને એ નહિ બતાઉં,
દુનિયાની સામે નહિ જતાઉ,
પપ્પાને આંસુ બતાડવાનું નહિ
પપ્પા તમારે એરપોર્ટ અવવાનું નહિ.
