STORYMIRROR

Hetshri Keyur

Drama Others

3  

Hetshri Keyur

Drama Others

પપ્પા બહુ ખોટું બોલે છે

પપ્પા બહુ ખોટું બોલે છે

1 min
163

"મારે તો પડ્યા છે, કપડાં"

કહી પોતે કપડાં ન લે

અમને પ્રેમથી અપાવે

પપ્પા બહુ ખોટું બોલે છે,


મારે મોબાઈલ રિપેર થઈ જાય તેમ છે,

તારો સાવ બગડી ગયો છે,

કહી નવો મોબાઈલ અપાવે છે,

પપ્પા ઘણું ખોટું બોલે છે,


મહેનત કરી ગાડી લઈ

 કહે "તું ચલાવ

 મને તો બેસવું ગમે"

 પપ્પા ખોટું બહુ બોલે છે,


 "મારે દવાની જરૂર નથી"

 કહી પોતે ઘરેલુ ઈલાજ કરી

 બધાને મોટા ડોક્ટરને દેખાડે છે,

પપ્પા ખૂબ ખોટું બોલે છે,


"મારે તો ટીવીમાં રસ જ નથી"

 કહી અમને મનપસંદ પ્રોગ્રામ

 પ્રેમથી જોવા આપે છે,

 પાપા બહું ખોટું બોલે છે,


 પરસેવાની કમાઈ

અમારી પાછળ હસતા મુખે વાપરે છે,

 કહે "તમારા તો છે,"

પપ્પા બહુ ખોટું બોલે છે,


 અમારે કઈ જોઈએ

 મૂંગે મોઢે ઘરમાં લઈ આવે છે,

 અને કહે છે, "ગમ્યું ને થયું લેતો આવું"

 આ પપ્પા ખૂબ ખોટું બોલે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama