પોકારો
પોકારો
ધોમ-ધૂપમાં ધખતી જોઈ એને, આરજુ ઈન્દ્રને કરી,
અવની ઈશારે અંબર ઓગળ્યાં, હેત હૈયામાં ધરી,
હે.. આતો પોકારો પ્રેમીઓ તણી...
મન મૂકીને મોરલો મલક્યો, અંબર અષાઢી જોઈ..
તરવર-સરવર હામથી હલક્યાં, હેત હૈયામાં ધરી..
હે.. આતો પોકારો પ્રેમીઓ તણી...
વીજોગીવર વિહંગે વિહર્યો, આગને ઉરમાં ધરી...
વીજ ઝબૂકી જોઈ જોગીને, હેત હૈયામાં ધરી...
હે... આતો પોકારો પ્રેમીઓ તણી.