Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

V.m. Parmar

Romance Others

4.0  

V.m. Parmar

Romance Others

કાનુડો ખારો ઝેર લાગ્યો

કાનુડો ખારો ઝેર લાગ્યો

1 min
211


હા.રે.. સૈયર સખીઓ સંગાથ પાણીડાં સંચરી'તી,

એ તો બેડલું ચડાવવા ન આયો...

મધ મીઠો....

કાનુડો ખારો ઝેર લાગ્યો... કાનુડો કાળો નાગ લાગ્યો..


હાં.રે.. સૈયર સખીઓ સંગાથ રાસ રમતી'તી,

એ તો પૂનમનો ચાંદ થૈ ન આયો.

મધ મીઠો....

કાનુડો ખારો ઝેર લાગ્યો..

કાનુડો કાળો નાગ લાગ્યો..


હાં..રે... સૈયર સખીઓ સંગાથ નાવણિયા ન્હાતી'તી. 

એ તો ચિર ચોરવાને ન આયો.

મધ મીઠો....

કાનુડો ખારો ઝેર લાગ્યો..

કાનુડો કાળો નાગ લાગ્યો...


હાં..રે.. સૈયર સખીઓ સંગાથ મહિંડાં વેચતી'તી. 

એ તો મટકીને ફોડવા ન આયો.

મધ મીઠો....

કાનુડો ખારો ઝેર લાગ્યો..

કાનુડો કાળો નાગ લાગ્યો...


હાં..રે.. સૈયર સખીઓ સંગાથ વિષ ઘોળતી'તી. 

એણે હળવેથી હાથ મારો જાલ્યો.

મધ મીઠો....

કાનુડો ખારો ઝેર લાગ્યો..

કાનુડો કાળો નાગ લાગ્યો...


Rate this content
Log in

Similar gujarati poem from Romance