પંખી ગમે
પંખી ગમે
મને કુ કુ કરતી કોયલ ગમે
તેને મળવા મન મારું ડોલે,
મને કલબલ કરતી કાબર ગમે
તેને જોવાને મન મારું મોહે,
મને ચીં ચીં કરતી ચકલી ગમે
તેને નિરખવાને નયનો કરે,
મને મતવાલી પેલી મેના ગમે
તેને મોહવા મનડું મળે,
મને મીઠું મીઠું કરતો પોપટ ગમે
તેને જોવાને જલદી મળે,
મને કારીગરી કરતી સુગરી ગમે
તેની કળા જોવાની આશા ફળે,
મને ટેહુક ટેહુક કરતો મોરલો ગમે
તેને કલગી જોવાને હૈયું હરખે.
