STORYMIRROR

Vijay Parmar

Romance

4  

Vijay Parmar

Romance

પિયુની વાટ

પિયુની વાટ

1 min
487

શાંત ઝરૂખો, આથમતી એ સાંજ, 

હૈયે હેતથી જોઉં પિયુની હું વાટ,


દૂર ભાસે નિત પંથ સૂમસામ, 

હૈયે હામ રાખી જોઉં પિયુની હું વાટ, 


સાંજની એકલતા, કોરે મુજ મન,

જોઉં આવતું કો'કને, નિત શોધે તુજને મન,


હૈયે બાંધી પ્રીત કદી ન તૂટશે પિયુ,

તું આવશે એ આશ કદી ન ખૂટશે પિયુ,


તારા આવવાના ભણકારા મુજ હૈયે આજ,

ઝરૂખે બેસી જોઉં નિત પિયુની હું વાટ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance