STORYMIRROR

Drsatyam Barot

Inspirational Others

3  

Drsatyam Barot

Inspirational Others

પિતા

પિતા

1 min
26.2K


જિંદગીના ઝેરનું મારણ પિતા,

છે બધાએ શ્વાસનું સગપણ પિતા.



મોક્ષ માટેનું ખરું આંગણ પિતા,

ને પછી ગંગા બની તારણ પિતા.


મોભ ઘરનો એ અડીખમ થઇ ઊભા,

લાગતા સુખ,દુખ મહી ગળપણ પિતા.


દર્દ આવે કેટલાં ઘરને છતાં,

એકલા ઊપાડતા ભારણ પિતા.


એ રમાડે છે મને રોજે રમત,

દેખતા મારા મહી બચપણ પિતા.


આંગળી પકડીને જીવન દોરતાં,

આપતા રસ્તાઓનું ડ્હાપણ પિતા.


ભૂલ નાની હોય કે મોટી ભલે,

મૂળમાં જઇ શોધતાં કારણ પિતા.


થાય મારી ભૂલ તો એ જાળવી,

પીઠ થાપી આપતા સમજણ પિતા.


પ્રેમ છે એ માતાના શૃંગારનો,

જે બન્યા છે પ્રેમનું વળગણ પિતા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational