Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nimu Chauhan nihan

Tragedy Inspirational

4  

Nimu Chauhan nihan

Tragedy Inspirational

પિતા

પિતા

1 min
312


સર્વે શબ્દો કોશમાં સર્વેતમ શબદ એટલે પિતા,

સૌ જાહોજલાલીમાં અસલ નગદ એટલે પિતા,


સૂરજ સમ ગુસ્સાથી બનાવટી આગ ઓળખાવે,

હૃદયે પ્રસરી ઠંડાગાર હો ઋત શરદ એટલે પિતા,


આયખું આખું હોમી, જાત પોતીકા કાજ ઘસી દે,

છાનું રડતો છતાં સદાય હસતો મરદ એટલે પિતા,


પરિવારની સાચી પુંજી એ ગેરહાજરી લાગે તારાજી,

પારસમણિ સમ એ અલગારી જસદ એટલે પિતા,


પુણ્યનું ભાથું બાંધ્યું એને જ અમુલ સોગાત મળે,

નિહન ઈશ તણો સાક્ષાત ફળ્યો વરદ એટલે પિતા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy