STORYMIRROR

nidhi nihan

Romance

4  

nidhi nihan

Romance

હ્રદય કવન

હ્રદય કવન

1 min
7

લાગણીઓ કોઈ પર ક્યારેય આટલી નથી છલકાઈ,

ખબર નહીં શું છે તું કે સઘળું જતું કરી હું મલકાઈ‌.


સમયની બેડીયો એ આંખ ભણી અશ્રૃ પણ આપ્યા,

એ ખારાશમા ક્યાંક લગીર મીઠાશ હોય ખરાં છુપાઈ.


આકળવિકળ થૈ ધબકાર તેજ ઉગ્રતા ધરે હ્રદય મન,

દિઠે ના વદન તુજ તો દિ'ભર ખાલીપો મલબાર વર્તાય.


તારું ક્ષણભંગુરનુ મૌન કંટક સમ રોમેરોમ કૈ ભોંકાય,

બે અનેરા બોલમાં અંતરે અલગારી થનગનાટ ઉભરાય.


કરું ભલે બહાના હજારો હકીકત ફક્ત છે એટલી જ,

સાચે શબ બની જવાશે જો તારી સાથે નહીં જીવાય.


Rate this content
Log in

Similar gujarati poem from Romance